Welcome To The Common Internet Platform Of All Gujarati Christians ! Home | Feedback | Contact Us     
  Member's Login User Name: Password:
New User Register Here...
Forgot Password
:: COMMUNITY NEWS ::
  Community Events
  Prayer Requests
  Death Notes
:: SEEK GUIDANCE ON ::
  Spiritual Questions
  Medical Problems
  Legal Issues (NRI)
  Social Problems
:: KIDS ::
  Story
  Color Sheet
  Puzzle
  Rhyme
  Kids Contribution
  Fun Pages
:: FAMILY ::
  Women's World
  Recipe
  Youth Station
  Edu. And Career Guide
  Beauty Tips
  Health
  Home Remedies
  House Hold Tips
  Christian Story
  Christian Quiz
:: GENERAL ::
  Mission
  Participate
  Archieves
  Advertisement
  Articles
  Downloads
  Acknowledgement
  Addresses
  Members Profile
   Blogs Directory                          My Blogs  |  Blooggers  |  Post Blog  |  Terms & Condi.
Blogs Home Back
 CHRISTMAS
By : RONY  JOSEPH  on  17 December 2011

CHRISTMAS CELEBRATION


 

નાતાલ વધામણીનું પર્વ. આપણને થશે કઈ વધામણી?..." કેમ કે આજ દાઉદના શહેરમાં તમારે સારું એક તારનાર, એટલે ખ્રિસ્ત પ્રભુ, જન્મ્યો છે." આ વધામણી કોને માટે છ?ઇસુ કોને માટે જગતમાં આવ્યો? કેમ કે ખોવાયેલું શોધવા તથા તારવા સારું માણસનો દીકરો આવ્યો છે.ખોવાયેલા કોણ છે?તમે ને હું.શું આપણે સાચા અર્થમાં તારણ પામ્યા છીએ?આપણે ખોવાયેલા હતા કે છીએ તો શું ઈસુએ મને અને તમને શોધી કાઢ્યા છે?અને જો શોધી કાઢ્યા છે તો આપણે હજી પણ શા માટે અંધારી કે અજ્ઞાત જગ્યામાં છીએ?તમને આ વધામણી કોઈએ આપી ને હવે તમારે આ વધામણી બીજાને આપવાની છે.કેવી રીતે? નાતાલના ગરબા ગાઈને ?ઘર શણગારીને? ઘર માટે અવિનવી ખરીદી કરીને? તારો બાંધીને? સારા પકવાન બનાવીને? મોટી મિજબાનીઓ રાખીને? ડી,જે.પાર્ટી રાખીને? દારૂમાં મતવાલા બનીને? સિનેમા નાટકો કરીને કે જોઇને? આધુનિક કે કઢંગા કપડા પહેરીને?હોટેલોમાં જઈ નાચગાન કરીને?મિત્રોને રાત્રી મિજબાની આપીને?અન્ય જાતિના લોકોની જેમ નવા નવા નુસખા કરીને?ચર્ચ શણગારીને?ચર્ચમાં પ્રગટ કરી રાખીને? તોરણો બાંધીને? શેરી ગરબા ગાઈને? ટુર્નામેન્ટો યોજીને?સેમિનારો યોજીને?વિદેશી વક્તાઓને બોલાવી સંદેશાઓ આપીને? વ્હાલાઓ આ બધા થકીઆપણે ખ્રિસ્તને કે તેની સુવાર્તા જે વધામણી છે તેને પ્રગટ કરી ન શકીએ.પણ માત્ર આપણાં ખ્રિસ્તી (સાચા અર્થમાં નહિ) હોવાના ઢોન્ગને પ્રગટ કરી શકીએ.શું ઉપરની કોઈ પણ વાતો કરવા બાયબલમાં પત્યક્ષ કે પરોક્ષ રીતે જણાવેલ છે?.શું આ વધામણી કહેવાની એક ખ્રિસ્તી તરીકે સાચી રીત છે? હા,આની સામે આપની અસંખ્ય દલીલો હશે,બહાના હશે,પણ એ સાચા અર્થમાં માત્ર તમને પોતાને સાચા ઠેરવવાનો નિષ્ફળ પ્રયાસ છે. વાસ્તવિકતા કંઈક અલગ જ છે.જો આપણે સાચા અર્થમાં ખ્રિસ્તને પ્રગટ કરવો છે તો આપણું જીવન જોઇને જ લોકો આ વધામણી(સુવાર્તા)ને જાણશે,એટલું જ નહિ માનશે અને સ્વીકારશે.ઇસુ શું કહે છે,"તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારી રૂડી કરણીઓ જોઇને આકાશમાંના તમારા બાપની સ્તુતિ કરે."આપણે અજવાળું ક્યારે આપી શકીએ?જયારે આપણે પોતે અંધારામાં નહિ હોઈએ, એટલે કે અજવાળામાં હોઈશું,જો આપણી પાસે ઉપર જણાવેલી બાબતો હશે તો,એ વાત નક્કી છે કે તમે હજી અંધારામાં જ છો.કા.કે.તહેવારોને ઉજવવાની એ રીતો આપણી નથી પણ દુનિયાની અન્યજાતિના લોકોની છે,વચન આપણને જણાવે છે કે," તમે આ જમાનાના આડા લોકથી બચી જાઓ."ખ્રિસ્તી જીવન એ અલગતાનું જીવન છે,માટે આપણે દુનુયાને કે તેના રીતીરીવાજોને અનુસરવાનું નથી . અને આપણે આપણા પૂર્વજોથી ચાલી આવતા અવરથા આચરણોને વળગી રહેવાનું નથી.પણ હમેશા "નવીનતાને(આત્માની) યોગે"ચાલવાનું છે.આત્માની દોરવણી થકી જ આપણે સર્વ કરવાનું છે.અને એટલે નાતાલની સાચી ઉજવણી (વધામણી) ને સાચા અર્થમાં લઇ જેમ પાઉલકહે છે તેમ" પાછલું સર્વ ભૂલીને નિશાન તરફ આગળ વધુ છું,"આપણે પણ આગળ વધવાનું છે,જ્યાંથી દોડ શરુ થઇ તે નહિ પણ જ્યાં અંત(ઈસુનું આગમન કે પ્રથમ પુનરુત્થાનતરફ આગળ દોડીએ એજ આપણું નિશાન કે લક્ષ્ય છે.નાતાલ આપણાં માટે ભૂતકાળ છે,ઈસુનું આગમન આપણું ભવિષ્ય છે,ભૂતકાળ વાગોળવાથી ઉન્નતી કે પ્રગતિ નથી,પણ પણ આગમનની આશા આપણું ઉજ્જવળ ભવિષ્ય છેએ ક્યારેય ન ભૂલીએ. આવો આ વર્ષથી નવો નિર્ણય કરીએ.હું ભૂતકાળ(નાતાલ)તરફ નહિ,પણ ભવિષ્ય (ઈસુના આગમન)માટે તૈયાર થઈશ,એ માટે પ્રભુ આપણને સહાય કરે."પ્રભુના નામની સ્તુતિ થાવ'


1350  Views   -  Comments(0)   |   Post a comment

 
 
 

Our Patrons

We urge you to visit Christian Churches and Organisations featured on this website. Please encourage them and donate for their activities.
Click here to know about them.

 Gujaratichristians Chat

Get Global Support
To make this website your Home Page Click here... આ વેબસાઈટને તમારૂં હોમ-પેજ બનાવવા અહીં ક્લીક કરો...
Best viewed with 800 x 600 Resolution - Internet Explorer 6.0 or higher - Windows XP preferred.
  Disclaimer - Terms Of Service | Privacy Policy | FAQ | About Us A Not for Profit Social Service Effort Powered By : JENSON INFOTECH, Ahmedabad.  

 

All Rights Reserved - Copyright 2006  Joseph Benjamin,  Jenson Infotech